મોરબીમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. અહીં ફ્લેટની બહાર રાખેલા બુટ-ચપ્પ ચોરી થઈ રહ્યાં છે. ચોરો બુટ- ચપ્પલ ચોરી કરતા હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. બે બુકાનીધારી ઈસમો જૂતાની ચોરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવા જૂતા ચોરીના બનાવ સામે આવતા રમુજ ફેલાઈ ગઈ છે.