
Ahmedabad News : અમદાવાદ શહેરમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 55 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો એવા સમાચાર સામે આવ્યાં છે. જો કે આ પાછળનું કારણ મોંઘવારી વધી કે સરકારી સ્કૂલની સુવિધાઓ વધી એ જાણવું રસપ્રદ બની રહે છે.
ખાનગી શાળા - શિક્ષણ એક કમાણીનો ધંધો
શિક્ષણને નાણાં કમાવવાનો ધંધો બનાવીને બેસેલા ખાનગી શાળાના સંચાલકો બેફામ ફી વસૂલી વસૂલી રહ્યા છે. વધતી જતી મોંઘવારીમાં પીસાઈ રહેલા મધ્યમ વર્ગના પરિવારોને હવે તેમના સંતાનોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાનું કપરું થઇ રહ્યું છે. આ કારણથી ખાનગી શાળામાંથી આવા વાલીઓ તેમના બાળકોને ઉઠાડીને સરકારી શાળાઓમાં બેસાડે છે.
સરકારી શાળાઓમાં વધી રહી છે સુવિધાઓ
બીજી બાજુ એક વાત એવી પણ છે કે સરકારી શાળાઓમાં સુવિધાઓ વધી રહી છે. મફત શિક્ષણ, મફત ગણવેશ, મફત મધ્યાહન ભોજન, સ્કોલરશીપ યોજનાઓ, સરા શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળાઓ, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓ તેમના બાળકને ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ કરાવી રહ્યા છે.
અમદાવાદમાં 10 વર્ષમાં 55,603 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું
અમદાવાદ શહેરના છેલ્લાં 10 વર્ષના આંકડા જોઇએ તો, કુલ 55,603 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે.
- 2014-15માં 4397 વિદ્યાર્થીઓ
- 2015-16માં 5481 વિદ્યાર્થીઓ,
- 2016-17માં 5005 વિદ્યાર્થીઓ,
- 2017-18માં 5219 વિદ્યાર્થીઓ,
- 1018-16માં 5791 વિદ્યાર્થીઓ,
- 2019-20માં 5272 વિદ્યાર્થીઓ,
- 2020-21માં 3334 વિદ્યાર્થીઓ,
- 2021-22માં 6289 વિદ્યાર્થીઓ,
- 2022-23માં 9500 વિદ્યાર્થીઓ
- 2023-24માં 5314 વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.