Home / Gujarat : Nagarpalika seat results in local Body elections

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: નગરપાલિકાની 68 બેઠક પર કોણ આગળ અને કોણ પાછળ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: નગરપાલિકાની 68 બેઠક પર કોણ આગળ અને કોણ પાછળ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકાના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે. બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. નગરપાલિકાની 1912 બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નગરપાલિકાની ભાજપની 150 બેઠકો બિનહરીફ

ચૂંટણી યોજાય તે પહેલાં નગરપાલિકામાં ભાજપની 150 બેઠકો બિનહરીફ થઇ છે.

કઇ બેઠક પર કોની થઇ જીત

કુતિયાણા-રાણાવાવમાં સમાજવાદી પાર્ટીની જીત

પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ બેઠક પર સમાજવાદી પાર્ટીની જીત થઇ છે.

માણસામાં રિકાઉન્ટીંગ

માણસા વોર્ડ નંબર-3માં રિકાઉન્ટિંગ કરાયું, કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા થતા ભાજપે રિકાઉન્ટીંગ માંગ્યું હતું.

ભાજપની જીત

ગીર સોમનાથ: કોડીનારમાં ભાજપની ક્લિન સ્વીપ, તમામ 28 બેઠક પર મેળવી જીત
મહુધા પાલિકામાં ભાજપ પ્રથમ વખત શાસન કરશે

ભાજપે સસ્પેન્ડ કરેલા ઉમેદવાર અપક્ષમાં જીત્યા

પાટણ જિલ્લાના ચાણસ્મા નગરપાલિકાની બેઠકમાં પરષોત્તમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી છે.

જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો

અમરેલી જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડાસાફ, તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે.ધારાસભ્ય હિરા સોલંકીની ટીમનો ભવ્ય વિજય થયો છે.

હાલોલ નગરપાલિકામાં તમામ 36 બેઠક પર ભાજપનો વિજય

વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સત્તા મળવાની શક્યતા 

વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 11 બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ 28 બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જોતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. 

અમરેલીની તમામ નગર પાલિકા પર ભાજપનો કબ્જો

અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપની જીત થઈ છે. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. 

સાબરકાંઠામાં ભાજપની વિજયી શરૂઆત 

સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા

વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી. જ્યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા. 

  • માણસા નગરપાલિકા વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત
  • વડોદરા: કરજણ વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
  • પંચમહાલની કાલોલ નગરપાલિકા વોર્ડ-1માં ભાજપની પેનલનો વિજય
  • ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ-1માં ભાજપની જીત
  • ભાજપના ચારેય ઉમેદવારોની જીત
  • રાજુલા નગરપાલિકા વોર્ડ-1માં ભાજપની જીત
  • સાણંદ વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત
  •  કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે.

કોંગ્રેસની જીત

બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યાં 

બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારો જીત્યાં હતા. 

  • ચાણસ્મા પાલિકા વોર્ડ નંબર-1માં કોંગ્રેસની પેનલની જીત

આમ આદમી પાર્ટીની જીત

દ્વારકાના સલાયામાં ઉલટફેર

દ્વારકાના સલાયામાં જોરદાર ઉલટફેર જોવા મળ્યો. અહીં આપના 8 ઉમેદવારો જીતી ગયા છે. જોકે ભાજપ અને કોંગ્રેસના હાથમાં હજુ કંઇ આવતું દેખાતું નથી. 

 

Related News

Icon