Home / Gujarat / Narmada : A 9-year-old girl was attacked by a leopard in Kolwan village of Sagbara taluka

Narmada news: સાગબારા તાલુકાના કોલવાણ ગામમાં 9 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી

Narmada news: સાગબારા તાલુકાના કોલવાણ ગામમાં 9 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી

ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામમાં ગઈકાલે સાંજે ભયાનક ઘટના સામે આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. દીપડાએ 9 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. મળતા અહેવાલ પ્રમાણે બાળકીના માતા-પિતા ખેતરમાં ઘાસ કાપવા ગયા હતા. ત્યારે તેમની બે દીકરીઓ સાથે જ હતી. એક 9 વર્ષની અને એક 4 વર્ષની હતી. માતા-પિતા કામમાં વ્યસ્ત હતા, અને બન્ને બહેનો રમતી હતી. ત્યારે અચાનક ત્યાં દીપડો આવી ચઢ્યો હતો અને 9 વર્ષની કિશોરીને શેરડીના ખેતરમાં  ખેંચીને લઈ ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દીપડો મોટી દીકરીને ખેંચીને લઈ ગયો

જોકે કામ કરતા અચાનક માતાનું ધ્યાન ગયું અને જોયું તો મોટી દીકરી ત્યાં હતી નહીં. ઉલ્લેખનીય છે કે માતાને શરૂઆતમાં શંકા વ્યક્ત કરી હતી કે કોઈ અજાણ્યો શખ્સ બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો. જોત જોતામાં બાળકી ગુમ થયાની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. બાળકીની ગ્રામજનો અને પરિવારે શોધખોળ આદરી હતી.

બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત

ગ્રામજનો અને પરિવારના મોભીએ દિકરીની ખેતરમાં શોધખોળ આદરી હતી.  જોકે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. દીપડાએ બાળકીના શરીર પર બચકાં ભર્યા હતા. અત્યંત ગંભીર સ્થિતિમાં બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી, જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું.વાંરવાર થતા પ્રાણીઓના હુમલાથી લોકોએ આરોપ લગાવ્યો કે  જંગલ ખાતું આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર પાંજરા મૂકવા જેટલું જ કામ કરે છે.

Related News

Icon