
ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં દીપડાથી દહેશત વધુ જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે સાગબારા તાલુકાના બેડાપાણી ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. ઘરમાં જ્યારે મહિલા આરામ ફરમાવી રહી હતી ત્યારે દીપડાએ તેનો કાન કરડી ખાધો હતો. મહિલાને ગંભીર રીતે ઘાયલ સ્થિતિમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
માનવભક્ષી દીપડાથી લોકોમાં ડરનો માહોલ છવાયો
હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ આ માનવભક્ષી દીપડાથી લોકોમાં ડરનો માહોલ છવાયો છે. અઠવાડિયા પહેલા નવ વર્ષની બાળકીને દીપડો ખેતરમાં ઢસડી ગયો હતો, ગંભીર સ્થિતિમાં બાળકીને મૂકીને ત્યાંથી ભાગ્યો હતો. બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.