Narmada News: ગુજરાતમાં એક તરફ વરસાદને કારણે કહેર મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ પ્રાકૃતિક સ્થળોના નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે. એવામાં નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો સામે આવ્યો છે. નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વરસાદી વાદળો વચ્ચે ઘેરાયેલું જોવા મળી રહયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડ્રોનના દ્રશ્યો મંત્રમુગ્ધ કરી દે તેવા જોવા મળ્યા છે.