નર્મદા જિલ્લાના એકતાનગર ,કેવડિયા ખાતે ગરીબ આદિવાસી લોકોના ઝૂપડાં અને દુકાનો સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં તોડી નાખવામાં આવ્યાં છે. જેથી ચૈતર વસાવાએ અને આદિવાસી સમાજે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. જેથી તમામ રસ્તાઓ ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી અને પાંચ કેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી અને રાજપીપલા ખાતે લઈ જવાયા છે. આદિવાસી સમાજનુ આંદોલન કેવડિયામાં ના પ્રસરે તે માટે પોલીસ સદ્ધન સુરક્ષા ગોઠવી દીધી છે. ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી સમાજના લોકોના પહોંચે તે માટે કેવડિયા ગામમાં પ્રવેશવાના રસ્તાઓ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.