
નર્મદા જિલ્લાના રામપુરા નર્મદા નદીના ઘાટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલએ પૂજા અર્ચના કરી હતી. જ્યાં શ્રીફળ નર્મદા નદીમાં પધરાવ્યું હતું. જ્યારે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે. હજારોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ આવી રહ્યા છે. તેનો જાત નિરીક્ષણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નદી કિનારે જઈને બોટમાં જતા પરિક્રમાવાસીઓને મળતી સુવિધાઓ અને પરિક્રમા વાસીઓને રૂટમાં મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ત્રણેય રાજ્યમાં ભાજપનું શાસન
ઘાટ ઉપર આવેલ રણછોડરાય ભગવાનના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પરિક્રમાવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં લોકોએ બસની સુવિધા સારી મળે તે માટે પણ રજૂઆત કરી હતી. પુણાથી આવેલા એક પરિક્રમાવાસી સાથે મુખ્યમંત્રીએ વાર્તાલાપ કરતા પરિક્રમાવાસીએ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીમાં નરેન્દ્રભાઇ મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર આ ત્રણેયનું શાસન દેશમાં સુશાસન તરીકે ઓળખાઈ છે.
મુખ્યમંત્રી વિચારમાં પડ્યા
લોકોના વિચારો અને વાક્યો સાંભળી મુખ્યમંત્રી વિચારમાં પડી ગયા હતા. પરિક્રમાવાસીને રૂબરૂ પણ મળ્યા હતા. જ્યારે પરિક્રમામાં રૂટની જે સુવિધાઓ છે. તેને કાયમી રાખવામાં આવશે. નવા નવા સુધારા કરવામાં આવશે તેવું મુખ્યમંત્રીએ લોકો સાથે ચર્ચા કરતા આશ્વાસન આપ્યું હતું. જ્યારે આ વખતે પરિક્રમામાં તંત્ર દ્વારા તમામ સુવિધાઓ પરિક્રમા વાસીઓને આપવામાં આવે છે. તેની તમામ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.