
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 400 મીટરની સાડી બનાવી અંગદાન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંગદાન જાગૃતિ માટે 400 મીટરની સાડી દર્શાવી પર્યટકોમાં જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ સંસ્થાએ અંગદાનથી 60 જેટલા લોકોનો જીવ બચાવ્યો છે.
અંગો બીજાના કામ આવે તે જરૂરી
લોકોના પરિવારજનો અંગદાન તરફે આગળ વધે અને જેની અંગદાનની જરૂર હોય તેવા વ્યક્તિને અંગદાન મળે અને જીવ બચે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. અકસ્માત થયા બાદ શરીર જ્યારે કામ કરતું ના હોય અને તેના અંગો બીજાને કામ આવે તેવા હોય તેવા પરિવારો આગળ આવે અને અમારી સંસ્થાને સંપર્ક કરે તો ડોક્ટરોની ટીમો તેને સાચી સમજ આપી અને અંગદાન માટે પરિવારજનોને સમજાવે તેવા પ્રયાસો કરવામાં આવે છે.
અંગદાન મહાદાનનો સંદેશ અપાયો
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના જણાવ્યા મુજબ અંગદાનથી નર્મદા જિલ્લામાં લોકોને પણ લાભ મળ્યો છે. અંગદાન માટે આગળ આવવું જોઈએ. જેનાથી કોઈની જિંદગી બચી શકે છે. ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, અંગદાન મહાદાન છે. આજે 400 મીટરની સાડીમાં અલગ અલગ સંદેશ લખીને કાર્યકર્તાઓ ઉભા રહ્યાં હતાં. જેઓએ લોકોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.