નર્મદાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનીટી સામે 34 દુકાનો અને 7 ઝૂંપડાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તેને લઈને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કેવડિયા ખાતે આંદોલન કરવા માટે આદિવાસી સમાજને હાકલ કરી હતી. જેથી વહીવટી તંત્રએ ચૈતર વસાવાને ઝરવાણી ગામ પાસે અટકાવ્યા હતાં. નર્મદા જિલ્લાના ઝરવાણી ગામ પાસે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલ્યો. ત્યારે પોલીસ ઉપર ચેતર વસાવાએ આક્ષેપ સાથે કહ્યું કે, પોલીસ લોકશાહીનું ખૂન કરી રહી છે. જેથી પોલીસ સાથે તું..તું.. મે.. મેં..થઈ હતી. પોલીસ સાથે સંધર્ષ થતાં ચેતર વસાવા રોષે ભરાયાં હતાં. સાથે જ કહ્યું કે, અમને ન્યાય નહી મળે તો અમે આગામી દિવસોમાં વડાપ્રધાનના કાર્યક્રમ તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરીશું.