નર્મદા જિલ્લાના એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી લોકોની 34 જેટલી દુકાનો અને મકાનો તોડી નાખવામાં આવ્યાં છે. આ ઘટનામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને બે ધારાસભ્યોએ મુલાકાત લીધી હતી. જેમાં બારફળિયાની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના નેતાઓને સ્થાનિક મહિલાઓએ પોલીસે અને નર્મદા નિગમના સત્તાવાળાઓએ અમારી જમીનો ઉપર બાંધેલા મકાનો અને દુકાનો તોડી નાખ્યા તેવી રજૂઆત કરી હતી. પોલીસે દમન પણ ગુજાર્યું આમોને અમારી જમીન ઉપર ઘર વિહોણા બનાવી દેવામાં આવ્યા છે. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો કે, અમારી દુકાનો અને મકાનો તોડી નાખવામાં આવ્યા છે. પરંતુ ભાજપના નેતાઓ અમારા આસૂં લૂછવા માટે ન આવ્યા મોટી મોટી વિકાસની વાતો કરતા નેતાઓએ અમે ભૂખ્યા તરસ્યા હતા. તે વખતે પણ ના આવ્યા. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સ્થાનિક લોકોની રજૂઆત સાંભળીને અવાચક બની ગયું હતું. ગરૂડેશ્વર ખાતે સભા સંભોડી અને અસરગ્રસ્તો ની રજૂઆત સાંભળી હતી અલગ અલગ જગ્યાઓના લોકોએ શક્તિસિંહ ગોહિલ ને રજૂઆત કરી હતી.