કહેવાય છે કે ભગવાન જેની રક્ષા કરે તેને કોઈ હાની પહોંચી શકે નહીં. આવું જ કંઇક જોવા મળ્યું નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં, જ્યાં ફોર્ચ્યુનર જેવી મોટી કારના નીચે આવી ગયેલા ત્રણ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. બાળક ઘર આગળ રમતો હતો અને અચાનક સામેથી આવતી ફોર્ચ્યુનર કાર નીચે આવી ગયો. જો કે પરિવારના સભ્યો અને વાહનચાલકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે કોઈ મોટું દુર્ઘટનાનું રૂપ લેનાર ઘટના ટળી ગઈ છે. ઘટનાનો સમગ્ર દ્રશ્ય બાળકના ઘરે લગાવવામાં આવેલા CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ગાડી ચાલકે ઝડપથી બ્રેક માર્યા અને બાળકને ગંભીર ઇજા થતી અટકી ગઈ છે.