નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગઈકાલે 3.45 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકના 32 રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. રસ્તાઓ બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે લાંબો ચક્કર લગાવવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિથી નોકરિયાત વર્ગ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.નવસારી જિલ્લા અને ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી સિલસિલો યથાવત રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.