કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રસ્ત પર ઉતરી આંદોલન કરવાની સરકારને આપ ચિમકી. નવસારીના ચિખલી ખાતે આવેલી કાવેરી સુગર મિલને લઈને આદિવાસી સમાજ દ્વારા આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.
સુગર મિલની પૈસા આપ્યા વગર હરાજી
નવસારીના ચિખલી ખાતે કાવેરી સુગર મિલ હતી. આદિવાસી ખેડૂતોને એવું લાગ્યું હતું કે શેરડીની મિલમાં જશે તો તેમણે ભાવ સારો મળશે. પરંતુ જ્યાં શેર ફાળો આપવાની વાત હતી પરંતુ તેના બદલામાં એક રૂપિયો આપ્યો નથી. રૂપિયા આપવાની વાત દૂર પરંતુ હાલ કાવેરી સુગર મિલની મિલકતની હરાજી કરવામાં આવી રહી છે.
રસ્તાઓ પર ઉતરી આંદોલન કરીશું
આ બાબતે સુગર મિલનું વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારનો યોગ્ય જવાબ અપવામાં નથી આવી રહ્યો. કાવેરી સુગર મિલમાં અમારી સાથે અન્યાય થયો છે. આદિવાસી સમાજના હક્ક છીનવવામાં આવ્યા છે. આ મુદે અમે આવનાર દિવસોમાં રસ્તાઓ પર ઉતરી આંદોલન કરીશું.