નવસારીના બોરીયાચ ટોલનાકા પર કોંગ્રેસ દ્વારા જનઆંદોલન કરવામાં આવ્યું હતું. અહિં કોંગ્રેસના ધારાસભ્ય રોડ પર બેસી ગયા હોવાથી ટોલ એજન્સીના અધિકારીઓને નીચે બેસીને રજૂઆત સાંભળવી પડી હતી. ધરણા કરી રહેલા વાંસદા ધારા સભ્ય અનંત પટેલની મરાઠી ગુજરાતી વિવાદ પર ગંભીર ટકોર કરી હતી. મહારાષ્ટ્રના અધિકારીને નીચે બેસી રજૂઆત સાંભળવાને વાતચીત કરવા માટે મજબૂર કર્યા હતા. ટોલનાકાના એચ આર ડીપાર્ટમેન્ટના મહારાષ્ટ્રના અધિકારી સાથે વાત કરતા તેમણે અમે ગુજરાતી અને મરાઠીઓ નું સન્માન કરીએ છીએ સી આર પાટીલને અમે ગુજરાતમાં ઘણું સન્માન આપીએ છીએ એવી ટકોર કરી હતી. રોડ રસ્તા અને ટોલના વિરોધમાં ઉતરેલા અનંત પટેલે ગુજરાતી મરાઠી વિવાદ મીઠી તીખી ટકોર કરી હતી.