
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં એક યુવકે હીરાની મંદીને લીધે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. હીરા ઉદ્યોગની કારમી મંદીએ જલાલપુરના 34 વર્ષીય યુવાન જિગર ભંડેરીને આપઘાત કરવા મજબૂર કર્યો હતો.
સુરત બાદ હીરાની મંદી નવસારીમાં પણ કપરી સ્થિતિનું નિર્માણ કર્યું છે. મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોરમાં રહેતા યુકને હીરા પોલિશનો કારીગર હોવા છતાં કામ ન મળતા આખરે ચિરાગ ભંડેરીએ પૂર્ણા નદીમાં પડતું મૂકીને મોતને વ્હાલું કર્યું હતું.નવસારી જિલ્લાના અનેક રત્ન કલાકારોએ મંદીથી કંટાળી વતનની વાટ પકડી તો કેટલાકને વ્યવસાય બદલવાની નોબત આવી હતી.