
નવસારીમાં મહાનગર પાલિકાની ચુનર્તનીને લઈને 200 જેટલી મહિલાઓ જોડાઈ કોંગ્રેસમાં. જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મહિલાઓએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ.
મનપાની ચૂંટણીને લઈને કોંગ્રસના મહિલા કાર્યકરોમાં વધારો
નવસારી શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના મહિલા કાર્યકરોમાં વધારો વિજલપોરમાં 200 મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત વિજલપોરની વનગંગા સોસાયટીમાં 200થી વધુ બહેનો કોંગ્રેસની વિચારધારાને લઇ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
200 જેટલી મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
નવસારી જિલ્લામાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં સંગઠન મજબૂત કરવા મહાપાલિકા વિસ્તારમાં જઇને સભ્યો બનાવી રહ્યાં છે. ત્યારે મહિલા પ્રમુખ અર્ચનાબેન સોલંકી અને વિજલપોર વિસ્તારના કોંગ્રેસ અગ્રણી સંગીતાબેન પટેલ દ્વારા વિજલપોરની અંદાજે 200થી વધુ બહેનોને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવ્યો હતો. શૈલેષ પટેલે જણાવ્યું કે કોંગ્રેસની વિચારધારાને લઈ મહિલાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓ સ્વૈચ્છિક રીતે કોંગ્રેસમાં જોડાયા છે. શહેર પ્રમુખ ધર્મેશ માળી, અર્ચનાબેન, સંગીતાબેન સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.