
નવસારીના જલાલપોર તાલુકાના ઉભરાટ દરિયાકાંઠે મિત્રો મોજમજા કરવા ગયા હતા પરંતુ આ મોજમજા મોતની સજા બની છે. 4 મિત્રો દરિયામાં નહાવા ગયા પરંતુ એક મિત્ર દરિયાના પાણીમાં ખેંચાઈ ગયો હતો. જેની છેક બીજા દિવસે લાશ મળી હતી. દરિયામાં ભારે મોજાને પગલે ઊંડા પાણીમાં જતા યુવકનું મોત થયું હતું. એકનો એક લાડકવાયો દરિયામાં ડૂબી જતા માતા નિરાધાર બની છે.
ચોમાસા દરમિયાન લોકો ફરવા જતા હોય છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ઉભરાટના દરિયામાં નહાવા ગયેલો યુવક ડૂબ્યાની ઘટના સામે આવી છે. ઉભરાટના દરિયામાં વેસ્માનો યુવક ડુબ્યો હતો. વેસ્માનો વિશાલ હળપતિ તેના 4 મિત્રો સાથે દરિયે નહાવા ગયો હતો. પરંતુ થોડા ઊંડા પાણીમાં જતા યુવક ગભરાઈ જતાં દરિયામાં ડૂબ્યો હતો. સાથી મિત્રો પણ માંડ માંડ બચીને બહાર આવ્યા પરંતુ વિશાલ હળપતિ દરિયામાંથી બહાર ન નીકળી શકતાં ડૂબી ગયો હતો. જલાલપોર પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.