નવસારી શહેરના તાજિયા જુલુસમાં પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાયો હતો. જેથી નવસારી શહેરમાં વર્ષોથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નીકળતા તાજીયા જુલુસમાં પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાતા અચંબો ફેલાયો હતો. તાજીયા જુલુસમાં નીકળેલા યુવાનોએ પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાવ્યો હતો. શહેરના જૂનાથાણા વિસ્તારમાં દર વર્ષે શહેરમાંથી નીકળતા તાજીયા ભેગા થાય છે અને પછી વિસર્જિત થતાં હોય છે. વર્ષોથી શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે નીકળતા તાજીયા જુલુસમાં પેલેસ્ટાઇન નો ઝંડો લહેરાતા કુતુહલ સર્જાયું હતું. જો કે, પોલીસે આ પ્રકારની ટીખળ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.