
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સંસ્કારી નગરી નવસારીના આંગણે આવ્યાં છે. નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે.
સીએમ અને સીઆર હાજર રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ પણ હાજર છે.ડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા છે. જે સૌપ્રથમ આઠ જેટલી લખપતિ દીદીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે મહિલાઓના અનુભવ સાંભળ્યાં હતાં.
https://twitter.com/AHindinews/status/1898247331633660223