
ડીસા ફટાકડા ગોડાઉનમાં આગની ઘટના બાદ ગોધરામાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગોધરાના બગીચા રોડ આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર સહિતની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. ફટાકડાના વેચાણ અંગે દુકાનદારોએ કાયદેસરના પરવાના મેળવેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ ટીમ પહોંચતા ની સાથે જ કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી રવાના થઈ ગયા હતા.
ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરનારા વેપારીઓને નોટીસ
છુટક અને જથ્થાબંધ ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગોધરા ભરચક એવા બગીચા રોડ પર આવેલી દુકાનોમાં ફાયર સેફટીની કોઈપણ જાતની સુવિધા વગર ફટાકડાનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરનારા વેપારીઓને તંત્ર દ્વારા નોટિસો ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.