
મોરવાહડફ પોલીસ મથકના ધાડના ત્રણ ગુન્હામાં છેલ્લા ૨૭ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝાલમ ચારેલ મધ્યપ્રદેશના વિહાર ગામેથી પંચમહાલ એલસીબી પોલીસના હાથે ઝડપાયો છે. વર્ષ ૧૯૯૮માં બે અને ૨૦૦૨ના એક ધાડના ગુન્હાને અંજામ આપી નાસતો ફરતા આરોપીને પંચમહાલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે.
જણાવી દઈએ કે ધાડના ગુન્હામાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાદલા તાલુકાના વિહાર ગામનો ઝાલમ બદીયા ચારેલ સંડોવાયેલો હતો. આરોપી ધાડના ગુન્હાને અંજામ આપી આરોપી ઝાલમ ચારેલ છેલ્લા ૨૭ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.
27 વર્ષથી ધાડના ત્રણ ગુન્હામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી ઝાલમ ચારેલ વિહાર ગામે આવેલા તેના ઘરે હાજર હોવાની બાતમી પંચમહાલ એલસીબી પોલીસને હ્યુમન સોર્સીસના આધારે મળી હતી. જે બાતમીના આધારે પંચમહાલ એલસીબી પોલીસે થાદલા તાલુકાના વિહાર ગામે જઈ તપાસ કરતા આરોપી ઝાલમ ચારેલ તેના ઘરેથી મળી આવતા તેને ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરવાહડફ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.