
Godhra news: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે આવી આકરી ગરમીમાં પણ ભરબપોરે ગોધરાના બામરોલી રોડ પર શ્રમિકો ડિવાઈડર બનાવવાની કામગીરી કરી રહ્યા છે. જે શ્રમ અધિકારીના પરિપત્રનો ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે.
ગોધરા ખાતે આગામી પહેલી મેંના રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી થવાની હોય જેના ભાગરૂપે રોડ પરના ડિવાઈડરો નવીન બનાવવામાં આવી રહ્યા છે. જેને લઈ શ્રમ વિભાગ દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં બપોરે એકથી ચાર કલાક સુધી કામ ન કરાવવા આદેશ કરાયો છે. તેમ છતાં ભરબપોરે જાહેરનામાને અવગણીને કોન્ટ્રાક્ટરો કરાવી રહ્યા છે શ્રમિકો પાસે વેતરું. શ્રમ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશો બાદ પણ કોન્ટ્રાક્ટરો નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન. શું સરકારી કામ કરતા જવાબદાર કોન્ટ્રાકટર સામે થશે કોઈ કાર્યવાહી?