
પંચમહાલના ગોધરામાં નલ સે જલ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.નલ સે જલ યોજના હેઠળ કોન્ટ્રાકટરોને કરોડો રૂપિયા ચુકવ્યા હોવા છતાં પણ પાણી આવ્યું નથી.તંત્ર કૌભાંડી કોન્ટ્રાકટરોને માત્રને માત્ર નોટીસો આપી સંતોષ માની રહ્યું છે.
નળમાંથી પાણીનું ટીપું પણ આવ્યું નથી
પાઈપલાઈન કરી નળો નાખવામાં આવ્યા પણ નળમાંથી પાણીનું ટીપું પણ આવ્યું નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પરાયણ શરૂ થઈ ગઈ છે.જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.