Home / Gujarat / Panchmahal : Suspected Chandipura virus wreaks havoc, 3 children die

Panchmahal news: શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર, 7 દિવસમાં નોંધાયા 4 કેસ, 3 બાળકોના મોત

Panchmahal news:  શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર,  7 દિવસમાં નોંધાયા 4 કેસ, 3 બાળકોના મોત

પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. 7 દિવસમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા હતા.જો કે આ ત્રણેય દર્દીમાં ચાંદીપુરા વાઈરસના કોઇ લક્ષણ દેખાયા ન હતા, પરંતુ તાવ સાથે ખેંચના કારણે મૃત્યુ નીપજ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાળ દર્દીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા

આ તમામ બાળ દર્દીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા હતા. જે પૈકી ગોધરા તાલુકાના ડોકવા ગામનું એક બાળક તાવ  સાથે ખેંચની બીમારીની સારવાર હેઠળ છે. આ બાળકોના  સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા 

 પુડ્ડુચેરીની એક હેલ્થ ટીમ અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ પંચમહાલ આવી પહોંચી

છે. સ્થિતિની ગંભીરતા જોતા, પુડ્ડુચેરીની એક હેલ્થ ટીમ અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ પંચમહાલ આવી પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાઈરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરી રહી છે. ટીમો દ્વારા સેમ્પલો લેવાઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે.

Related News

Icon