Panchmahal News: ચોમાસાની ઋતુ શરુ થતાં અનેક વન્ય જીવો માનવ વસાહત સુધી પહોંચી જતાં હોય છે. એવામાં પંચમહાલમાં મગરનો લટાર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં શહેરાના નાડા રોડ પાસે આવેલા મુખ્ય તળાવની પાળ પરનો મગરનો લટાર મારતો વીડિયો હોવાનું અનુમાન છે. શહેરાના મુખ્ય તળાવ ઉપર મગર દેખાતા જ ગામ લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.