પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો હતો. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ જ વીડીયો બનાવનાર યુવકનો બીજો એક વીડિયો વાયરલ થયો છે જેમા તે સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે.આ સમગ્ર મામલે પોલીસે યુવકને તપાસ માટે લઈ ગઈ હતી.