પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામમાં સરપંચ પદના ઉમેદવાર રાજેશભાઈ ચૌધરીએ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ બાદ મતગણતરી દરમિયાન રિકાઉન્ટિંગની માંગ ઉઠાવી હતી, પરંતુ ફરજ પરના ચૂંટણી અધિકારીએ તેમની અરજી નકારી હતી. જેને પગલે આજે રાજેશભાઈ અને તેમના ટેકેદારોએ જિલ્લા કલેકટર તેમજ નાયબ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી અને રિકાઉન્ટિંગ કરવાની માંગ કરી છે.
સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામમાં સરપંચ પદના ઉમેદવાર રાજેશભાઈ ચૌધરીએ મતગણતરી બાદ ફરજ પરના અધિકારીઓ સમક્ષ રિકાઉન્ટિંગની માગ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છે.