Home / Gujarat / Patan : Gang caught cheating shopkeepers using technology

ઠગ ટોળકીથી સાવધાન! પાટણમાંથી હાઇટેક ચોરી કરતી ટોળકી ઝડપાઇ; 14 સ્થળોએ છેતરપિંડીનો ખુલાસો

ઠગ ટોળકીથી સાવધાન! પાટણમાંથી હાઇટેક ચોરી કરતી ટોળકી ઝડપાઇ; 14 સ્થળોએ છેતરપિંડીનો ખુલાસો

સિધ્ધપુર પોલીસે જવેલર્સની દુકાનમાંથી હાઇટેક ચોરી કરતી ટોળકીના બે ઠગોને ઝડપી પાડ્યા છે. હાઇટેક ઠગોએ સિધ્ધપુરના દુર્ગા જ્વેલર્સ સાથે 38,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. પકડાયેલા ઠગો દ્વારા અન્ય 13 વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાની કબુલાત કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઠગની એક ટોળકી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્વેલર્સ જેવા ધંધાદારીઓને ઠગીને છેતરપિંડી કરતી હતી. આ ટોળકીએ માત્ર અઢી માસના સમયગાળામાં 14 સ્થળોએ છેતરપિંડી આચરી હોવાની કબુલાત કરી છે. ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનની મદદથી રૂપિયા જમા થયાનો મેસેજ દુકાનદારોને બતાવતા હતા. બેંકમાંથી આવે તેવો જ મેસેજ ઠગો દુકાનદારોને મોકલીને વિશ્વાસ અપાવતા હતા.

આ પણ વાંચો : અરવલ્લી: ભિલોડામાં 3 માસ પૂર્વે વિદ્યાર્થીએ કરી હતી આત્મહત્યા, શિક્ષક પર નોંધાયો દુષ્પ્રેરણાનો ગુનો

ઠગોની આ ટોળકીએ પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. પોલીસે અલ્પેશજી ઉર્ફે ચોટીયો દિનેશજી ઠાકોર અને નીરજ કરશનભાઈ ચૌધરી નામના આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે લાલાજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સિધ્ધપુર પોલીસને ગણતરીના કલાકોમાં ઠગોની ટોળકીને પકડવામાં સફળતા મળી હતી. આ અંગે પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Related News

Icon