
Gram Panchayat Election 2025: ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા અગામી જૂન મહિનામાં છેલ્લા અઢી વર્ષથી નહીં યોજાયેલી ગ્રામ પંચાયતની 9000 ગામડાના સરપંચોની સદસ્યોની ચૂંટણી જાહેર કરી છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં કુલ 380 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેમાં સામાન્ય 370 અને 10 અન્ય ઓબીસીની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે
પાટણ જિલ્લાના 9 તાલુકા અને બાવન ગ્રામ પંચાયતના 52 સરપંચ અને 446 વોર્ડ, સરસ્વતી તાલુકાના 58 ગ્રામ પંચાયતના 58 સરપંચની ચૂંટણી સાથે 506 વોર્ડ, સિદ્ધપુર તાલુકાના 33 ગ્રામ પંચાયતના 33 સરપંચોની સાથે 298 વોર્ડના સભ્યો ચાણસ્મા 50 ગામના 50 સરપંચની બેઠકોને 414 વોર્ડની સંખ્યા,હારીજ 33 ગ્રામ પંચાયતના 33 સરપંચ તેમજ 298 વોર્ડ,ચાણસ્મા 50 ગ્રામ પંચાયતની 50 સરપંચની બેઠક સામે 414 વોર્ડ સભ્યો, સમી તાલુકાના 27 ગામના 27 સરપંચ અને 234 વોર્ડ સભ્યો, શંખેશ્વર ના 15 ગામડાના 15 સરપંચ સાથે 128 વૉર્ડ,રાધનપુર 9 ગામના 9 સરપંચની 76 વોર્ડ સભ્યો, સાંતલપુરના 33 ગ્રામ પંચાયતમાં 33 સરપંચ અને 276 વોર્ડ,સભ્યો સહિત કુલ 380 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ 2648 સભ્યોની ચૂંટણી યોજાશે
આ ઉપરાંત પેટાચૂંટણીની વાત કરીએ તો કુલ 10 સરપંચની બેઠકો સાથે 83 વોર્ડના સભ્યોનો સમાવેશ થાય છે જેમાં પાટણની ચાર ગ્રામ પંચાયતના સાત વોર્ડની સંખ્યા સરસ્વતીના ચાર ગ્રામ પંચાયત છ વોર્ડ સભ્યો સિદ્ધપુરના સાત ગ્રામ પંચાયત આઠ વોર્ડ ચાણસ્મા પાંચ ગ્રામ પંચાયત ત્રણ સરપંચની બેઠક અને ત્રણ વોર્ડની સંખ્યા હારીજ બે ગ્રામ પંચાયત બે સરપંચ બેઠક અને સાત વોર્ડની સંખ્યા સમી 10 ગ્રામ પંચાયતમાં એક સરપંચની બેઠક ખાલી છે અને 10 વોર્ડની સંખ્યા શંખેશ્વર સાત ગ્રામ પંચાયતમાં ચાર સરપંચની બે પેટા ચૂંટણીમાં ચાર વોર્ડની સંખ્યા છે. જ્યારે રાધનપુરમાં સાત ગ્રામ પંચાયતમાં 22 વોર્ડનો સમાવેશ થાય છે અને સાંતલપુરના 14 ગ્રામ પંચાયતમાં 16 વોર્ડ આમ કુલ 70 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 10 સરપંચ અને 83 વોર્ડ બેઠકોની ચૂંટણી યોજાશે જ્યારે મતદાન મથકોની વાત કરીએ તો કુલ પાટણ જિલ્લાને 9 તાલુકાના 738 મતદાન મથકો છે સાથે સાથે પેટાચૂંટણી થશે. જ્યારે બીજા નવ તાલુકામાં 85 મતદાન મથકોનો સમાવેશ થાય છે.