
ગુજરાતની પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરીથી ચર્ચામાં આવી છે. પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટના કૌભાંડનો કર્યો પર્દાફાશ
વિરાણી નેરીષા અકબરઅલી નામની વિદ્યાર્થિનીએ BAથી MBA સુધીની નકલી માર્કશીટો અને ડિગ્રી સર્ટિફિકેટનો ઉપયોગ કરી ટ્રાન્સક્રિપ્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ નકલી દસ્તાવેજો તેજસ મજમુદાર નામના ખાનગી ઇસમ પાસેથી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થિનીએ વિદેશ જવાની લાલચમાં કૌભાંડ આચર્યું
પ્રાથમિક માહિતી અનુસાર વિદ્યાર્થિનીને વિદેશ જવાની લાલચના કારણે આ કૌભાંડ રચ્યું હતું. યુનિવર્સિટીએ આ મામલે પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિદ્યાર્થિની અને સંડોવાયેલા લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.