
ગુજરાતમાંથી નકલી ડોક્ટરોના ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ ગઈ કાલે જ દાહોદ એસ.ઓ.જી બ્રાન્ચ દ્વારા દાહોદમાંથી એક નકલી ડોક્ટરની ધરકપડ કરવામાં આવી હતી. એવામાં ફરીથી પાટણ એસ.ઓ.જી પોલીસે વધુ એક નકલી તબીબને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો : દાહોદમાંથી ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો
પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો છે. ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે. એસ.ઓ.જી પોલીસે શોએબ અખ્તર સિપાઈ નામના શખ્સને ઝડપી પાડી આ નકલી તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ શખ્સ વેડ ગામે મકાન ભાડે રાખી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઇન્જેક્શ, દવાઓ, મેડિકલ સાધનો સહિત કુલ રૂ.6136નો મુદામાલ કબ્જે કર્યો છે.