ગુજરાતના પાટણના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણમાં ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે આરોપ લગાવ્યો છે કે પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ 500થી 1000 રૂપિયાના દંડના નામે વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવે છે, જેના કારણે પાટણનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.
પોલીસ અધિક્ષકે ભાજપના નેતાને આપ્યો જવાબ
આ આરોપોના જવાબમાં પાટણના પોલીસ અધિક્ષકએ નિવેદન આપ્યું છે કે પાટણ જિલ્લા પોલીસ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે અવારનવાર ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરે છે. SPએ ઉમેર્યું કે કેસી પટેલના સોશિયલ મીડિયામાં ચાલતા નિવેદનને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે અને આ મામલે તપાસ કરવામાં આવશે.