
Patan News: પાટણમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. પાટણમાં કલેક્ટર ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ ઘટનાસ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ કલેક્ટર ઓફિસને મળી ધમકી
પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. પાટણમાં 200થી વધુ કર્મચારીઓને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. IED બ્લાસ્ટ થવાની ધમકીને પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પાટણના કલેક્ટર અરવિંદ વિજયનના ઇમેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ આવ્યો હતો. પાટણ જિલ્લા પોલીસ કમિશનરની ટીમનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પાટણ કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો મેઇલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.