
પાટણ જિલ્લાના હારિજના દુનાવાડામાં બે વર્ષ પહેલા બનેલી ફાયરિંગની ઘટનામાં બે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. પાટણની સ્પેશ્યલ પોક્શો કોર્ટના જજ ટાંકે સજાની સુનાવણી કરતા બે આરોપીઓને આજીવન કેદની સજાની સાથે એક લાખ 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
શું છે ઘટના?
પાટણના હારિજના દુનાવાડા ગામમાં આરોપીઓ હિમાંશુ પરમાર અને શૈલેષ પરમાર ગામની જ એક સગીરાને હેરાન પરેશાન કરતા હતા. આ દરમિયાન સગીરાના ઘરની નજીક ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘવાયા હતા. આ ઘટનામાં પટણી સમાજના પિતા-પુત્ર અને સગીરાના પિતા પણ ઘાયલ થયા હતા. તે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાયરિંગની ઘટનામાં સગીરાના પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ આ કેસ ચાલી જતા પાટણની સ્પેશ્યલ પોક્શો કોર્ટના જજ ટાંકે સજાની સુનાવણી કરતા બે આરોપીઓને આજીવન કેદની સજા તેમજ 1 લાખ 10 હજારનો દંડ ફટકાર્યો છે.