Home / Gujarat / Porbandar : Gujarat news: Cruise circuit will be started between Porbandar-Diu, Dwarka-Jamnagar

Gujarat news: પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ થશે શરૂ, રૂટને ત્રણ કલ્સ્ટરમાં કરાશે વિભાજીત

Gujarat news: પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ થશે શરૂ,  રૂટને ત્રણ કલ્સ્ટરમાં કરાશે વિભાજીત

હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. હવે કોસ્ટલ ટુરિઝમનું વધુ એક ગતકડું લાવવા માટે વિચારણા શરૂ કરવામાં આવી  છે. જેમાં પડાવા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દીવ, દ્વારકા-ઓખા-જામનગર જેવા રૂટમાં ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ક્રુઝ ભારત મિશન માટે ક્રુઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તાજેતરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 રૂટને ત્રણ કલ્સ્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા

જેમાં ક્રુઝ ભારત મિશનના ભાગ રૂપે ગુજરાતે તેના પશ્ચિમ કિનારા પર વિવિધ સંભવિત ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકાવ જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવા મુખ્ય સ્થળો તેમજ કાર્યરત ઘોઘા-હઝીરા રો-પેક્સ સેવાનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત રૂટને ત્રણ કલ્સ્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પડાલા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ, દીવ, દ્વારકા-ઓખા-જામનગર આ કલ્સ્ટરમાં સામેલ છે. 

ગયા વર્ષે ક્રુઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી

દરેક ક્લસ્ટર પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો એ ક્લસ્ટરના 100 કિમીની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેથી ક્રુઝવ મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પો મળી રહે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ક્રુઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી 

TOPICS: cruse gstv gujarat
Related News

Icon