
Porbandar news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિત તત્વોએ ગેરકાયેદસર કબ્જો જમાવેલી જમીન પરનું દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે, ત્યારે પોરબંદરના માધવપુરમાં દબાણ હટાવ કામગીરી એકવાર ફરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર-સોમનાથ હાઈવે પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત માધવપુરના મોટા જાપા વિસ્તારમાં ગ્રામ પંચાયત વિભાગે 36 જેટલી દુકાનો, કેબિનો હટાવવાની કામગીરી કરી હતી. ટીડીઓ, માધવપુર ગ્રામ પંચાયત, ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ તંત્રના કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ઠેર-ઠેર દબાણોના રાફડાને હટાવવાની કામગીરી પૂરજોશમાં છે. પોરબંદરના માધવપુરમાં અને પોરબંદર-સોમનાથ હાઈવે પર દબાણ હટાવવામાં આવ્યું હતું. જયારે કચ્છના અબડાસામાં દબાણ હટાવ ઝૂંબેશ અંગે ધારાસભ્ય પ્રધ્યુમ્નસિંહ જાડેજા ખુદ મેદાનમાં ઉતરી પડયા હતા. ધારાસભ્યએ દબાણ હટાવ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તંત્ર ખાલી નાના દબાણો હટાવી ગરીબ માણસોને ત્રાસ આપતા હોવાનો ધારાસભ્યએ આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત ધારાસભ્યએ એવું પણ જણાવ્યું કે, ખનીજ ચોરી, ફૉરેસ્ટની જમીનમાં દબાણ, ઉધોગોને સસ્તા ભાવે જમીન અપાતી હોવાનું કહી તંત્રની કામગીરી પડકારી હતી. અને છેલ્લે કલેકટર,ડીડીઓ સહિતના અધિકારીઓ મનસ્વી કામગીરી કરતા હોવાનો ધારાસભ્યએ આરોપ મૂક્યો હતો