
ગુજરાતના પોરબંદરના રાજકારણમાં મોટો ભૂંકપ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પોરબંદરના હીરલબા જાડેજાની ધરપકડને કારણે રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.
હીરલબા જાડેજા, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની સામે ગંભીર આરોપ દાખલ
મળતા અહેવાલ પ્રમાણે હીરલબા જાડેજા, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની સામે પૈસાની લેતી-દેતી, અપહરણ, અને ઉઘરાણીના આરોપો છે. ઇઝરાયેલમાં રહેતી એક મહિલાએ હીરલબા વિરુદ્ધ વીડિયો દ્વારા આરોપો લગાવ્યા, જે બે દિવસ પહેલાં વાયરલ થયો હતો.
પિતા-પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી
આ વીડિયોના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હીરલબા, હિતેશ ઓડેદરા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં હીરલબા લીલુબેન પાસે ઉઘરાણી કરતાં સંભળાય છે. આ ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણની ઘટના દરમિયાનની વાતચીતનો પણ સમાવેશ છે, જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થયાનું સામે આવ્યું છે. આ ઓડિયોમાં પિતા-પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ શામેલ છે.