સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ પડ્યો છે. જેને પગલે નદી નાળા છલકાયા છે. પોરબંદરના અડવાણા નજીક આવેલો સોરઠી ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની સતત આવક થતાં પાણીનું સ્તર વધ્યું, જેના પરિણામે ડેમ ઓવરફ્લો થયો. આનાથી સ્થાનિક સ્તરે પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓ હલ થવાની આશા જાગી છે, અને ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે.