
પોરબંદરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે 13 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. પોરબંદર જિલ્લાના મંડેર ગામે 13 વર્ષની બાળકી પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ આચરતા પોરબંદર શિક્ષણજગત શર્મસાર થઈ જવા પામ્યું છે.
પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં 64(2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : VIDEO: વિરમગામમાં પ્રેમપ્રકરણ મામલે શિક્ષકની જાહેરમાં હત્યા, જાણો શું છે મામલો
પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યાની ચર્ચા સમગ્ર મામલો માધવપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. શિક્ષકને પોલીસ સ્ટેશનમાં બોલાવી માધવપુર પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરી છે. બનાવને લઇને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા પોલીસ ફરિયાદ બાદ વધુ માહિતી બહાર આવશે તેવી ભીતિ વર્તાઈ રહી છે. મંડેર ગામની શાળામાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાની વાત બહાર આવતા પોલીસે શિક્ષક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.