
Gujarat Weather News: ગુજરાતમાં ઉનાળાની ઋતુએ માઝા મુકી છે અને લોકો ભયંકર ગરમીથી ત્રસ્ત બની ચૂક્યા છે. એવામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વિજ્ઞાનીએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં આજનું તાપમાન 44 ડિગ્રી તાપમાન છે. આગામી 24 કલાક બાદ કમોસમી વરસાદની આગાહી છે. 3થી 8 તારીખ સુધી સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.
બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરતમાં વરસાદની આગાહી છે. તેમજ વડોદરા, વલસાડ, નવસારી વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન સાઇકલોન શરૂ થવાના કારણે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. શરૂઆતના 2 દિવસ 20થી 40 સ્પીડ પર પવન રહેશે તેમજ આગામી 5 દિવસ બાદ 50 ગતિએ પવન રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છની દિશામાં ભારે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે.