
રાજકોટ: સરધાર ભુપગઢ રોડ પાસે 2 કાર વચ્ચે અકસ્માતની દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માતમાં અલ્ટો કાર અને હોન્ડા સિટી 2 કાર સામે સામે અથડાવાને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો. સરધાર ભુપગઢ રોડ પાસે 2 કાર વચ્ચે અકસ્માત બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી જેને કાબુમાં લેવા માટે ફાયરવિભાગ કામે લાગ્યો હતો.
મૃતક
(૧) નિરુબેન અતુલભાઈ મકવાણા, 30, રે. ગોંડલ
(૨) હેતવી અતુલભાઈ મકવાણા, 4 વર્ષ, રે. ગોંડલ
(૩) હેમાંશી શાહીલ સરવૈયા, 19, રે. ગોંડલ વિજય નગર
(૪) મિતુલ અશોકભાઈ સાકરીયા, 13, રે. ગોંડલ
ઇજાગ્રસ્ત
(૧) શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ
(૨) હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ
(૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ