
રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી સતત વધી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટમાં સ્ક્રેપના વેપારી સાથે 22 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામા આવી છે.
સ્ટીલ કંપનીના નામે સ્ક્રેપના વેપારી સાથે છેતરપિંડી
મહેસાણાની હાઈ બોલ્ડ સ્ટીલ કંપનીના નામે સ્ક્રેપના વેપારી સાથે છેતરપિંડી થઈ છે. હાઈ બોલ્ડ સ્ટીલ કંપનીમાં રૂપિયા 2 કરોડનો માલ પડ્યો છે. આ માલ આપવાન લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગુનો પોલીસ મથકે નોંધાયો છે.
આરોપીને પકડીને લાવશે તેને એક લાખની રકમ આપવામાં આવશે
જેમાં જણાવાયું છે કે, દલાલ મુહમ્મદ શોએબ આફીર નામના શખ્સને પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તે ગાયબ થઈ ગયો છે. આગાઉ પણ આ શખ્સે અન્ય લોકોને બનાવ્યા છે, પોતાનો શિકાર છેતરાયેલા વેપારીએ પણ ઈનામની જાહેરાત કરતા કહ્યું છે કે, જે કોઈ આરોપીને પકડીને લાવશે તેને એક લાખની રકમ આપવામાં આવશે.