
રાજકોટમાં હૈયુ હચમાચાવી જાય અને માતા પ્રત્યે ફિટકારની લાગણી જન્મે તેવા દ્ર્શ્યો જોવા મળ્યા છે. રાજકોટમાં ગોકુલ ધામ આવાસ યોજનામાં પતિ પત્નીના ઝગડામાં બાળકને છત ઉપરથી નીચે ફેંકવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ બાળકને છત ઉપર લઈ જઈને નીચે ફેંકવા લટકાવ્યો હતો.બાળકને બચાવવા મહિલાનો પતિ છત પર દોડી આવ્યો હતો. મહિલાએ મીડિયા સમક્ષ બોલવાનું ઇનકાર કરી દીધો..પ્રાથમિક માહિતી અનુસાર મહિલાએ કહ્યું બાળકને ડરાવતી હતી
બાળકને લટકાવવા અંગેનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ
બાળકને લટકાવવા અંગેનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી અને મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યુ હતુ..જે મુજબ મહિલાએ કહ્યું તે બાળકને ડરાવતી હતી. આ મહિલાએ થોડી વાર પહેલા પાડોશી સાથે ઝઘડો પણ કર્યો હતો.. બાળક સાથે કરેલી આ કૃરતાને કારણે પોલીસે પણ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.