
રાજકોટમાં વધુ એક વ્યક્તિએ વ્યાજના ત્રાસથી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં વ્યાજ ખોરીમાં ફસાયેલા એક યુવકે આપઘાત કરતા ચકચારી મચી જવા પામી છે. યુવકે આપઘાત કરતા પહેલા અંતિમ વીડિયો અને સ્યુસાઈડ નોટ પરિવારના ગ્રુપમાં પોસ્ટ કર્યા હતા.
આ પણ વાંચો : મહીસાગરમાં જાતિના દાખલા માટે ધક્કા ખાતા પિતાનો આપઘાત, સુસાઈડ નોટમાં મામલતદારનું નામ
રાજકોટમાં અલ્પેશ સાકરિયા નામનો યુવક વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો હતો. જેથી વ્યાખોરોના ત્રાસથી કંટાળીને આખરે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાત કરતા પૂર્વે અલ્પેશ સાકરિયાએ અંતિમ વીડિયો બનાવ્યો હતા. રાજકોટમાં બાલભવન નજીક ઝેરી પાઉડર પીને યુવકે જીવન ટૂંકાવ્યું હતું. અલ્પેશ સાકરિયાએ સ્યુસાઇડ કરતા પહેલા અંતિમ વીડિયો અને સ્યુસાઇડ નોટ પરિવારના ગ્રુપમાં પોસ્ટ કર્યા હતા. આ સાથે પોલીસ પાસે ન્યાયની માંગણી કરી હતી.