
રાજકોટમાં સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. મૂળ સાવરકુંડલાની મોડલિંગ સાથે જોડાયેલી સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવકે દુષ્કર્મના આરોપથી આઘાતમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જ્યુસમાં કેફી પીણું પીવડાવીને યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ
જાણો શું છે મામલો
સાવરકુંડલાની 17 વર્ષની સગીરા આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.
સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી
મળતા અહેવાલ પ્રમાણે સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી હતી. યુવાન ઈન્સ્ટાગ્રામ પર તેની સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ સતત મુલાકાત પણ કરતા હતા. તો બીજી તરફ તાજેતરમાં સગીરાને શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા જ્યુસ સેન્ટરમાં તેઓ મળ્યા અને જ્યુસમાં દવા ભેળવીને યુવતીને પીવડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અજ્ઞાત જગ્યા પર તે જાગી હતી, સમગ્ર મામલે તેણે પોતાની મોટી બહેનને આ મામલે જાણ કરી હતી.