Home / Gujarat / Rajkot : ACB's trap in Rajkot, GST inspector caught taking bribe of Rs 5000

રાજકોટમાં ACBની સફળ ટ્રેપ, GST ઇન્સ્પેકટર 5000ની લાંચ લેતા ઝડપાયો

રાજકોટમાં ACBની સફળ ટ્રેપ, GST ઇન્સ્પેકટર 5000ની લાંચ લેતા ઝડપાયો

રાજકોટની સેન્ટ્રલ GST કચેરીમાં ACBની સફળ ટ્રેપ સામે આવી છે જેમાં GST ઇન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીના 5000ની લાંચ લેતા ઝડપાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફરીયાદી GST લગતી સેવા આપવાનું કામ કરે છે. ફરીયાદીના ગ્રાહકની ખાનગી કંપની માટે GST નંબર મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું હતું. તે એપ્રુવ કરાવી આપવા માટે આ કામના GST ઇન્સ્પેકટર  (CGST, વર્ગ-2) શ્રીરામ ભરતલાલ મીના એ ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂ. 5000 ની માંગણી કરી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ACBએ ફરીયાદના આધારે આજે  સેન્ટ્રલ GST કચેરી રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન લાંચિયો GST ઇન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીનાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચની રકમ રૂ. 5000 ફરીયાદી પાસેથી લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ACBએ સમગ્ર મામલે લાંચિયા GST ઇન્સ્પેકટર રામ ભરતલાલ મીનાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Icon