દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈ-મેઇલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના છેલ્લાં બે દિવસથી વડોદરામાંથી સામે આવી રહી છે. જેમાં શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ફરી ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે.
વડોદરાની શાળા, ગુજરાત હાઈકોર્ટ બાદ હવે રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, મળતા અહેવાલ પ્રમાણે બોમ્બની ધમકી મળ્યા બાદ બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ સહિતની અલગ અલગ એજન્સીઓ કોર્ટમાં પહોંચી હતી. બોમ્બ સ્કવોડ દ્વારા કોર્ટના તમામ રૂમની તપાસ કરવામાં આવી હતી. જોકે કોઈપણ વાંધાજનક વસ્તુ નહીં મળતા હાશકારો અનુભવાયો હતો.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને તમામ કોર્ટ પરિસરમાં તેમજ ખાસ કરીને તમામ જિલ્લા સ્તરની કોર્ટમાં AS તપાસની કામગીરી સોંપી છે.