
અમરેલી લેટર કાંડનો મામલો હજુ શમ્યો નથી એવામાં વધુ એક ભાજપના નેતાનો લેટર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેર ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ લેટરમાં લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં સાત આંકડાનો વહીવટ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયા પણ સહકાર આપતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ સાથે ધવલ દવે મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો કેળવવાના તેમજ ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. રત્નાકરજીના કહેવાથી ભરત બોઘરાનું પણ રાજકરણ પતાવી દીધું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.