
રાજકોટમાંથી ભેળસેળિયા ખાતરનો મામલો સામે આવ્યો છે જેમાં ખેડૂતોએ ખરીદેલાં DAP ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ તલના વાવેતરમાં DAP ખાતર નાખવા લીધું હતું જેમાંથી પથ્થરો નીકળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતએ આ મામલે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આરોપીઓ વિરુદ્ધ સરકાર જશે સુપ્રિમ કોર્ટમાં
આ પહેલાં પણ જામકંડોરણાના ખેડૂતોએ ખરીદેલ DAP ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા. ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરીને અને ગુજરાતના કૃષિ મંત્રીને વિનંતી કરી હતી.તેમજ ખાતરમાં ભેળસેળ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે DAP ખાતર ખરીદ્યુ હતું. ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરો ભેળવી દેવાયા હોવાનો ખેડૂતોએ વાયરલ વીડિયોમાં આક્ષેપ કર્યો હતો.